અબડાસા તાલુકાના નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા ડૉ. દુલેરા સાહેબ નું વિદાય સમારંભ યોજવામાં આવ્યો

રમેશભાઈ ભાનુશાલી નલીયા અબડાસા કચ્છ

તેઓએ ૧૧વર્ષ સુધી અબડાસા ની પ્રજાની સાથે રહીને આરોગ્ય સેવા આપી હતી. અબડાસા ની પ્રજા દૂલેરા સાહેબ ની સેવા બિરદાવી હતી. વિદાય સમારંભ દરમિયાન પ્રજાની આંખો ભીંજાઈ ગઈ હતી. વેપારી એસોસિએશન ના પ્રમુખ હકુમતસિંહ જાડેજાએ એવું જણાવ્યું કે અબડાસર તાલુકામાં દુલેરાસાહેબ જેવા કોઈ આવ્યા નથી

ગમે તેવા રાતના બીમારી ના દર્દીને લઈ જઈએ તારે દુલેરા સાહેબ હાજર રહેતા હતા કોઈ દિવસ એવું નથી કીધું કે આટાણે તમે શા માટે આવ્યા છો. બાકી નું નિવૃત જીવન પોતાના પરિવાર અને સમાજની સાથે વિતાવે અને તેમની ડાયા તંદુરસ્ત રહે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ. આ વિદાય સમારંભમાં નલિયા વેપારી એસોસિએશન ના પ્રમુખ તેમજ સમગ્ર વેપારી એસોસિયન તેમજ નલિયા ગ્રામના પ્રતિનિધિઓ રાજકીય અગ્રણીઓ તેમજ સામાજિક અગ્રણીઓ અને આરોગ્ય સ્ટાફ બહોળી સંખ્યામાં જોડાયા હતા.

Comments (0)
Add Comment