દિપક તિવારી પંચમહાલ
પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પંથકમાંથી દેશી-વિદેશી દારૂની અસામાજિક પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરી સતત તેની વોચમાં રહી પ્રોહિબિશનના ગણનાપાત્ર કેસો શોધી કાઢવાની કવાયતમાં જોતરાયેલા પાવાગઢ પોલીસ મથકના પી.એસ.આઇ એમ.એલ.ગોહિલને ગઈકાલે શનિવારે બાતમી મળી હતી કે એક ફોર્ડ કંપનીની કાર વિદેશી દારૂનો જથ્થો ભરીને ઘાટાવાળા રસ્તે થઈ વેડ ગામ તરફ આવે છે જે બાતમીના આધારે પી.એસ.આઇ. એમ.એલ.ગોહિલ તેમજ પાવાગઢ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ શનિવારે રાત્રિના 11:30 વાગ્યાના સુમારે વેડ ગામે મુખ્ય રસ્તા ઉપર આડશો મૂકી નાકાબંધી કરી બાતમીવાળી ફોર્ડ કંપનીની કારને ઝડપી પાડી હતી પાવાગઢ પોલીસે ફોર્ડ કારમાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરતા કાર ચાલક મુકેશભાઈ રયજીભાઈ રાઠવાને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો હોવાનું કબુલ કરતા
પોલીસે આરોપી મુકેશ રાઠવાની વિદેશી દારૂ અને ફોર્ડ કાર કિંમત 3,00,000/- મળી કુલ 3,59,040/- રૂપિયાના મુદ્દામાલ સાથે અટકાયત કરી અન્ય આરોપી સામે પાવાગઢ પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે જેમાં પાવાગઢ પોલીસે પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી આગળની કાયદાકીય કાર્યવાહી કરી છે