ભાભર માંસ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર પોલીસ દ્રારા જુગારના અડ્ડા ઉપર રેડ

રમેશભાઈ સોની ભાભર બનાસકાંઠા

રેડ દરમ્યાન રોકડ રકમ 2 ફોર વ્હિલર ગાડિ 5 ટુવ્હિલર અને જુગારનાં સાધનો મળી આવ્યાં

ભાભર જુગાર અને સટાનું હબ કહેવાય છે પણ સ્થાનિક તંત્ર ની મહેરબાની થી આ અસામાજીક પ્રવુતિ નિર્ભય પણે ચાલ્યાકરે છે જેને લઇને રાજ્યની પોલીસ ને ભાભર સુધી લાંબુ થવું પડે છે અને સફળ રેડ થઇ શકેછે
ભાભરમાં છેલ્લા કેટલાક સમયથી મોટું જુગાર નો અડ્ડો ચાલતો હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર પોલીસને મળતાં શનિવારે બપોરે બાતમી હકીકત આધારે રેડ કરી હતી.
ભાભર નવા વિસ્તારમાં લુદરીયા વાસ પાસે જુગારના અડ્ડા ઉપર રેડ કરી હતી. ભૂપેન્દ્ર રાજુભાઇ વજીર રહે થરા તાલુકો કાંકરેજ, અને દુર્ગાસિંહ માધુભા વાઘેલા રહે થરા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા વાળા પોતાના અંગત ફાયદા માટે મળતીયા માણસો રાખી એકબીજા ની મદદથી ગંજીફા ના પતા પાનાં વડે અંદર બહાર નો જુગાર તથા આંક ફરકનો વરલી મટકાનો જુગાર રમવા ૩૦ જેટલા માણસો ભેગા કરી જુગાર રમતા હોવાની પાકી બાતમી આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર પોલીસે રેડ કરી હતી દરમિયાન 15 ઈસમો સ્થળ ઉપરથી ઝડપાઈ ગયા હતા. જ્યારે 2 જુગાર રમાડતા ઈસમોને વોન્ટેડ છે અને જુગારીયા 8 પોલીસ જોઈને સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા. સ્થળ ઉપર થી કુલ રૂ.1339700/-નો મુદ્દામાલ કબજે કરી ભાભર પોલીસ મથકે 25 જુગારીયા ઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
ભાભરમાં સ્ટેટ મોનિટરીંગ સેલે રેડ કરતાં જુગારીયાઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો

Comments (0)
Add Comment