અંબાજી ગબ્બર તળેટી ખાતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના વાઈસ ચાન્સેલર શ્રી કે.સી.પોરીયાના વરદ્દ હસ્તે યાત્રિકોની સુવિધા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરુ કરાયું

રિપોર્ટર પિયુષ પ્રજાપતિ બૌદ્ધિક ભારત દાંતા

ગબ્બર ટોચ અંબાજી ખાતે વહીવટદાર અને અધિક કલેકટરશ્રી કૌશિક મોદી દ્વારા યાત્રિક સુવિધા, પ્રસાદ અને ભેટ ડોનેશન સેન્ટરનો શુભારંભ કરાયો

શક્તિપીઠ અંબાજી અને ગબ્બર ખાતે ખુબ મોટી સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે પધારે છે. ગબ્બર ખાતે આવતા દર્શનાર્થીઓને આકસ્મિક સંજોગોમાં પ્રાથમિક સારવાર મળી રહે તે માટે આજ રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણના વાઈસ ચાન્સલર શ્રી કે.સી.પોરીયાના વરદ્દ હસ્તે યાત્રિકોની સુવિધા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરુ કરવામાં આવ્યું છે. અહી યાત્રિકોને પ્રાથમિક દવાઓ અને સુવિધાઓ મળી રહેશે. ગબ્બર ટોચ ખાતે માતાજીનો પ્રસાદ સરળતાથી પ્રાપ્ત થઇ શકે ઉપરાંત યાત્રિકો વિવિધ પ્રકારના દાન- ભેટ આપી શકે તે માટે આજ રોજ અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદી દ્વારા યાત્રિક સુવિધા, પ્રસાદ -ભેટ ડોનેશન સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે. દાતાશ્રીને દાન- ભેટ મળ્યા અંગેની કોમ્પ્યૂટરાઇઝડ પહોંચ આપવામાં આવશે.

Comments (0)
Add Comment