દહેગામ યુવા ક્ષત્રિય વિકાસ સંગઠન દ્વારા રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ માં દેવલોક પામેલા બાળકો તેમજ યુવાનોને શ્રધ્ધાંજલિ શ્રધ્ધાંજલિ અર્પણ કરી

ગીતાબેન એન બારોટ ગાંઘી નગર

યુવાનો સહિત કેટલાક કર્મચારીગણ ભયાનક આગની લપેટમાં આવી જતાં સર્જાયેલી દુર્ઘટના પર દહેગામ યુવા ક્ષત્રિય વિકાસ સંગઠને ઘેરા શોકની લાગણી વ્યકત કરી.રમત-ગમતના સ્થળે દાખવવામાં આવેલી બેદરકારીએ અનેક જિંદગીઓને સળગાવી નાંખવા ઉપરાંત કેટલીક કળીઓને ખિલતા પહેલા જ ખેરી નાંખી. જગત નિયંતા સઘળાં દિવંગત આત્માઓને પોતાના ચરણોમાં સ્થાન આપે તેવી દહેગામ યુવા ક્ષત્રિય વિકાસ સંગઠને ભગવાન ને પ્રાર્થના કરી.
રાજકોટ ગેમ જોન દુર્ઘટનામાં દેવલોક પામેલા બાળકો તેમજ યુવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા આજે તારીખ 30/5/2024 ના રોજ સાંજે 6:00 કલાકે
પૃથ્વીરાજસિંહ ચૌહાણ ચોક દહેગામ ઉપસ્થિત રહી દીપ પ્રગટાવી 2 મિનીટ નું મૌન રાખી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી ભયાનક આગની લપેટમાં આવી જતાં સર્જાયેલી દુર્ઘટના પર ઘેરા શોકની લાગણી સાથે દહેગામ યુવા ક્ષત્રિય વિકાસ સંગઠન રાજકોટ ગેમ ઝોન અગ્નિકાન્ડ ના આરોપીઓ ને કડકમાં કડક સત્વરે સજા કરવામાં આવે અને મૃતકોના પરિવારજનોને ન્યાય મળે તેવી સરકાર જોડે પણ માંગણી ની આશા રાખી.

Comments (0)
Add Comment