રિપોર્ટર અલ્પેશ શ્રીમાળી બૌદ્ધિક ભારત પાટણ
ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નિવડી હોય તેમ મહોલ્લા પોળો માં છાસવારે ભૂગર્ભ ના ગંદા પાણી રેલાવવાની સાથે સાથે દૂષિત પાણી આવવાની રાવ ઉઠવા પામી છે તેમ છતાં પાલિકા તંત્રના પેટનું પાણી પણ હાલતું ન હોય તેમ સ્થાનિક આગેવાનો દ્વારા અનેક વાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર નવ માં આવેલા મોતીશા દરવાજાની બહાર ખોડીયાર ચાર રસ્તા પાસે આજથી 15 દિવસ પૂર્વે સાબરમતી ગેસ એજન્સી દ્વારા ગેસની પાઇપલાઇન જમીનમાં નાખવા માટે ડ્રીલીંગ કરતા પાણીની પાઇપલાઇન અને ભૂગર્ભ ની ચેમ્બર તોડી નાખવામાં આવી હતી ત્યારે કોન્ટ્રાક્ટરને સ્થળ પર લાવીને ભૂગર્ભ ની સમસ્યા થી વાકેફ કરવા છતાં પણ આજ દિન સુધી આ વિસ્તારમાં ભૂગર્ભના ગંદા પાણીનો યોગ્ય અને કાયમી નિકાલ ન લાવતા સ્થાનિક લોકો માં રોષ જોવા મળ્યો હતો અને સ્થાનિક કોર્પોરેટર ડોક્ટર નરેશભાઈ દવે ને ઘટના સ્થળે બોલાવીને આ રેલાતા ભૂગર્ભ ના ગંદા પાણીનો યોગ્ય અને કાયમી નિકાલ લાવવા રજૂઆત કરી હતી તો આ રેલાતા ભૂગર્ભ ના ગંદા પાણીને લઈને સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ પણ સેવી રહ્યા છે તો આ વિસ્તારમાં ભૂગર્ભની ચેમ્બરો ભરાઈ જવાથી પીવાનું અશુદ્ધ અને વાંસમારતું પાણી આવતું હોવાથી આ વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે તો આ જ વિસ્તારમાં ખોડીયાર માતાજીનું સ્થાનક આવેલું હોવાથી ભાવિક ભક્તોને ગંદા પાણીમાંથી મંદિરે જવાની ફરજ પડતા તેઓની ધાર્મિક લાગણી પર દુભાઈ રહી છે ત્યારે દૂધેશ્વર પાર્ક સોસાયટીના સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાતા રોગચાળો ફેલાવવાની દહેશત હોવાનું જણાવી નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની સુવિધાઓ આ વિસ્તારમાં અપાતી ન હોવાનું જણાવી ભૂગર્ભ ગટર ભરાઈ જાય છે ત્યારે પોતાના પૈસાથી જ તેની સફાઈ કરવાની ફરજ પડતી હોવાનું જણાવ્યું હતું અને જો બે દિવસમાં ભૂગર્ભના રેલાતા ગંદા પાણીનો કાયમી અને યોગ્ય નિકાલ લાવવામાં નહીં આવે તો હિંસક રીતે નગરપાલિકામાં તોડફોડ કરવાની ચીમકી પણ સ્થાનિક લોકો એ ઉચ્ચારી હતી તો વોર્ડ નંબર નવના સિનિયર અને એક્ટિવ કોર્પોરેટર નરેશ દવે એ પણ જણાવ્યું હતું કે ખોડીયાર ચાર રસ્તા પાસે પાણીની પાઇપો અને ભૂગર્ભ ની ચેમ્બર સાબરમતી ગેસ એજન્સીએ ડ્રીલીંગ કરતી વખતે તોડી નાખી છે અને તેને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ રાજકીય પ્રેસરથી કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવતી નથી જેના કારણે આ વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસોમાં પણ વધારો થયો છે તો નગરપાલિકાને આ એજન્સી ગાંઠતી ન હોય તો હવે પછી સાબરમતી ગેસ એજન્સી ને નગરપાલિકાના હદ વિસ્તારમાં કોઈપણ જગ્યાએ ડ્રિલિંગ કે ખોદકામ કરવાની મંજૂરી ન આપવા પાલિકાને ભલામણ કરી હતી અને જો બે દિવસમાં સાબરમતી ગેસ એજન્સી દ્વારા આ તોડી નખાયેલી ભૂગર્ભની ચેમ્બર અને પાણીની પાઇપ નું યોગ્ય અને કાયમી નિકાલ લાવવામાં નહીં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખીને જેસીબી લાવી સાબરમતી ગેસ એજન્સી દ્વારા નાખવામાં આવેલી તમામ લાઈનોને ઉખાડી નાખવાની ચીમકી પણ ડોક્ટર નરેશભાઈ દવે એ ઉચ્ચારી હતી આમ વોર્ડ નંબર નવ ના એક્ટિવ અને સિનિયર કોર્પોરેટરોનું પણ એજન્સી સાંભળતી ન હોય તો નવા કોર્પોરેટરની શું સ્થિતિ હશે આમ ભાજપ શાસિત પાટણ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરોનું રાજ હોય તેમ ચૂંટાયેલા કોર્પોરેટરો અને નગરપાલિકાના સત્તાધીશો નું સાંભળ્યા વગર જ પોતાના મન ફાવે તેવું કામ કરતા ભાજપ પક્ષને પણ તેઓ હાની પહોંચાડી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે