સાબરકાંઠા જિલ્લાના ઘડી કાલીપુરા ગામે મહાકાલી માતાજી મંદિર ના પ્રાગણ માં માનનીય સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ ની ગોળની તુલાની માનતા પૂર્ણ કરવામાં આવી

રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા બૌદ્ધિક ભારત તલોદ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઘડી કાલીપુરા ગામે સાબરકાંઠા અરવલ્લી ના સાંસદ માનનીય શ્રી દીપસિંહ રાઠોડ ને કાલીપુરા મહાકાલી મંદિર ખાતે તલોદ ગામના વતની ઝાલા અગરસિંહ નેનેસિંહ એ ઘડી કાલીપુરા મહાકાલી માતાજી ની માનતા રાખી હતી કે સાબરકાંઠા અરવલ્લી ના સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ જંગી બહુમતી થી મોટી લીડ થી પાંચ વર્ષ શાંતિપૂર્ણ પસાર કરી અને હરણફાળ વિકાસ કરશે ત્યારે તેમને તેમના ભારોભાર થી ધડી કાલીપુરા મહાકાલી મંદિર માં ગોળથી તોલવાની માનતા રાખી હતી એ આજરોજ પૂર્ણ કરવામાં આવી હતી
આ પ્રસંગે માનનીય સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ શાબ્દિક પ્રવચન કર્યું હતું તેમને પાંચ વર્ષ માં સાબરકાંઠા અરવલ્લી જીલ્લામાં પાયાની જરૂરિયાત તેમજ રેલવેનું બ્રોડગેજ માં રૂપાંતર કરી રોડ રસ્તા ઓવરબ્રિજ જેવા અનેક વિકાસના કામો કરી શાંતિપૂર્ણ પાંચ વર્ષ પુરા કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા આ પ્રસંગે તલોદ ગામના અગરસિહ નેનેસિંહ પરિવાર તેમજ જેપી ફોર્મ ના માલિક અને બીજેપીના અગ્રણી કાર્યકર એવા જે પી પરમાર તેમજ માલસિંહ, પૃથ્વીસિંહ, કીર્તનભાઇ પટેલ, ડૉ.બળવંતસિંહ, ગોવિંદસિંહ અને ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દીપ સિંહ રાઠોડ એ માતાજીને પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા હતા અને તેમને આ ગોળની તુલાની જે માનતા રાખી હતી તેમાં તમામ હાજર રહેલા ધર્મ પ્રેમ ભક્તો અને તમામ ને માતાજી સુખી રાખે તેવા આશીર્વાદ આપ્યા હતા

Comments (0)
Add Comment