માલપુર તાલુકાના ડામોરના મુવાડા ગામે યુવક પર ચાર શખ્સોનો હીચકારો હુમલો

વનરાજસિંહ ખાંટ માલપુર અરવલ્લી

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ડામોરના મુવાડા ગામે વરઘોડામાં નાચતી વખતે હાથ પગ અડી જતાં એક યુવાન પર ચાર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેમજ લોખંડ ની અરપૂણી માથામાં ફટકારી દેતા યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી જે મામલે માલપુર પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ડામોર ના મુવાડા ગામે રહેતા
અલ્પેશ ભાઈ બાબરભાઈ ખાંટ
ના ભત્રીજા રમેશ ભાઈ ખાંટ ના લગ્ન હતાં જેથી રાત્રીના સમયે વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેમાં ચાલુ વરઘોડા માં ગામના યુવાનો સહિત અલ્પેશ ભાઈ અને કાકા નો દિકરો મહેશભાઈ આ બંને યુવકો વરઘોડામાં નાચતા હતા જે સમય એ એક બીજાના હાથપગ અડી જતાં ઉગ્ર બોલા ચાલી થઈ આ જગડા ની અદાવાત રાખીને ભાથીભાઈ ખાંટ નામના શખ્સે લોખંડ ની અરપૂણી
લઈ ને અલ્પેશ ભાઈ ખાંટ ના માથામાં મારી દેતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમજ શક્શો નું ઉપરાણું લઈને અન્ય શકશો એ તેમને માર મારી ગંભીર ઈજાઓ પહોંચી હતી
જે થી ઈમરજન્સી 108 મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો આ બનાવ અંગે રમીલાબેન અલ્પેશભાઈ ખાંટે ફરીયાદ નોંધાવતાં માલપુર પોલીસે ભાથીભાઈ માલાભાઈ ખાંટ અમૃતભાઈ માલાભાઈ ખાંટ માલાભાઈ પૂજાભાઈ ખાંટ રમેશભાઈ માલાભાઈ ખાંટ સામે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments (0)
Add Comment