વિજય ચરપોટ સંજેલી
સંજેલીની પ્રજા પાણી માટે પોકાર પાડતી નજરે પડે છે કડકડતી ગરમી અને ભરઉનાળે આકરી ગરમીમાં ગ્રામજનો પાણીની રાહ જોતા જોતા આંખોમાં પણ પાણી આવી જાય તેવા દ્ર્શ્યો જોવા મળી રહ્યા છે સંજેલી પંચાયત તંત્ર પ્રાથમિક સુવિધા આપવાને બદલે ધુવિધા આપતુ હોય તેવુ જોવાય રહ્યુ છે આશરે ૬૮૭૭ જેટલી વસ્તી ધરાવતુ સંજેલી ગામ છે સંજેલી પંચાયતની બેદરકારી અને નિષ્કાળજીના કારણે લોકોને વેચાતુ પાણી લેવા માટે મજબુર બનવુ પડ્યું છે સંજેલી નગરમાં જલસે નળ યોજનામાં લાખો રૂપિયા ખર્ચ કરાયા છતા પણ યોજના ફારસ રૂપ બની છે ધારાસભ્યની ગ્રાન્ટમાથી ફાળવેલ ટેન્કરો પણ ગાયબ કે પછી ભાડે ફરે છે તેવા અનેક સવાલો સંજેલી નગરમાં ચર્ચાઈ રહ્યા છે એક બાજુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને ઘરની બહાર કામ વગર ના નીકળવાની સલાહ આપતુ તંત્ર અને બીજી બાજુ પાણીના અભાવના કારણે દૂર દૂર સુધી કુવા પર જવા મજબુર બન્યા છે દુકાનોમા ફિલ્ટર પાણી વેચાતુ લેવાનો વારો આવ્યો છે આતો કેવા દિવસો આવ્યા રૂપિયા ખર્ચીને પણ પાણી માટે પડાપડી કરવી પડે છે પાણીની સુવિધાના અભાવે ગ્રામજનો ટેન્કરના સહારે છે ભરઉનાળે પાણી માટે ફાંફા મારી રહ્યા છે ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા ટેન્કરો મુકી ગ્રામજનોને પાણી પહોચાડે તેવી માંગ ઉઠવા પામી છે