વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં સ્થાન પામેલ નિસ્વાર્થ સેવા સંસ્થા દ્વારા.. દિવ્યાંગ કપિલ ચૌહાણને કોરોના વોરિયર્સ રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા

કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેર વચ્ચે કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો તેવા કઠિન સંજોગોમાં જીવના જોખમે રાષ્ટ્ર માટે અને દેશ માટે મદદરૂપ બનનાર દલવાડા ગામના વતની કપિલકુમાર સેંધાભાઈ ચૌહાણ જેઓ બન્ને પગે દિવ્યાંગ હોવા છતાં જરૂરિયાતમંદ દિવ્યાંગ વ્યક્તિઓને ઘરે ઘરે રાશન કીટ પહોંચાડવું,દિવ્યાંગ ,વિધવા ને માસ્ક આપવા તથા અનેક અવનવા દિવ્યાંગ લક્ષી કાર્યક્રમ કરતા હોઈ છે ત્યારે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં સ્થાન પામેલ નિસ્વાર્થ સેવા સંગઠન પ્રમુખ શ્રી નીતિનભાઈ ઠાકોર દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના ૭૧ માં જન્મ દિન નિમિતે પાલનપુરમાં કાનુંભાઇ મહેતા હોલ ખાતે કોરોના વોરિયર્સ રત્ન એવોર્ડ નું આયોજન કરાયું હતું

ત્યારે અનેક પોલીસ કર્મીઓ, ડોક્ટર, નર્ષ, કોરોના મહામારી વચ્ચે મદદરૂપ બનનાર વ્યક્તિઓનું સન્માન કરાયું હતું જેમાં દિવ્યાંગ કપિલ ચૌહાણ જેઓનું પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી સતિષભાઈ પટેલ તથા એમ.ડી હાઇટેક જુનિયર સાયન્સ સ્કુલ ( ડી.એલ ઠાકોર )ના હસ્તે ટ્રોફી આપી કોરોના વોરિયર્સ રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી આનંદભાઈ પટેલ, સંત દોલતરામ મહારાજ, ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રભારી નંદાજી ઠાકોર , સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.સુનિલભાઈ જોષી, મહંત શ્રી દયાલપુરી બાપુ, પુષ્પાબેન ઠાકોર બનાસકાંઠા જિલ્લા મહિલા પ્રભારી જેવા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આયોજક શ્રી નીતિનભાઈ ઠાકોર ને ડૉ.સુનિલભાઈ જોષી દ્વારા સોનું સુદનું ઉપનામ આપવાના આવ્યું હતું

Comments (0)
Add Comment