નિઝર તાલુકા મા ગૌચરની જમીન પરનું દબાણ દૂર કરવા મહિલાઓએ કરી રજૂઆત

રિપોર્ટર વિરેન જ્ઞાનચંદની બૌદ્ધિક ભારત ઉચ્છલ

નિઝર તાલુકા ના હિંગણી ગામ મા આવેલ ગૌચરની જમીન પર ૧૦ જેટલા વ્યક્તિઓ દ્રારા દબાણ કરવામાં આવ્યું હતું. અને તે ગૌચર ની જમીન મા ખેતી કરવામા આવે છે. અને અહીં રેહતા લોકો મોટા ભાગે પાસુ પાલન કરીને જ પોતાનું નું ગુજારો કરે છે. આ જગ્યા દબાણ પછી પાસુ માટે ચારો મળવો મુશ્કિલી નો પ્રશ્ન બન્યો હતો. તે બાદ આ ગામ ની મહિલાઓએ નિઝર તાલુકા ના મામલતદાર કાચેરી મા આ દબાણ દૂર કરવા માટે રજૂઆત કરી હતી અને એમણે આ જગ્યા પર નો દબાણ કાઈદેસર રીતે તાત્કાલિક ધોરણે દૂર થાય એવી રજૂઆત કરી હતી. તેમજ ગ્રામપંચાયત ની ખુલી જાગ્યામા પણ એક વ્યક્તિ એ દબાણ કરી છાપરો બનાવેલ છે જેના કારણે લોકો મા ભારે રોષ જોવા મળી રહ્યું છે. ત્યારેજ મહિલાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે જો ૨ દિવસ મા આ આ દબાણ નહીં દૂર થાય તોહ મહિલાઓ દ્વારા આ દબાણ દૂર કરાશે

Comments (0)
Add Comment