જીવતા જીવ સ્વર્ગ મેળવવું હોય તો રખિયાલ રેલવે સ્ટેશન રોડ જવું

રિપોર્ટર . દિનેશચંદ્ર શાહ બૌદ્ધિક ભારત દહેગામ

દહેગામ તાલુકાના રખિયાલ પોલીસ ચોકી થી રખિયાલ રેલવે સ્ટેશન જવું હોય તો સ્વર્ગમાં જવા સમાન લાગે તેમ છે. રોડ નથી અને ખુલ્લેઆમ કબરો ખોદી કાઢી હોય તેમ આમથી તેમ પથ્થરો નો ઢગલો છે ઉંમરલાયક માણસને સ્ટેશન ઉપર જવું હોય તો લોખંડના ચણા ચાવવા બરાબર છે બાઈક કે એકટીવા ચાલક પણ જીવના જોખમે પોલીસ ચોકી થી સ્ટેશન રોડ પર જઈ શકે છે હાલ રખિયાલ સ્ટેશન ઉપર સરપંચ કોણ છે સરપંચ નો વહીવટ કોણ કરે છે તે કોઈને ખબર નથી રખિયાલ ગ્રામ પંચાયતમાં લેડીઝ સીટ છે અને તેનો વહીવટ કોણ કરે છે એ કોઈને ખબર નથી સરપંચને સ્ટેશન રોડની શું હાલત છે તે પણ ખબર નથી તો સત્વરે આ રોડ બનાવવામાં આવે તેવી સ્ટેશન રોડ ના દુકાનદારોની માગણી છે રોડની હાલત ખરાબ છે રોડ ઉપર દબાણ પણ ખૂબ છે . રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતા. રખિયાલ ના સરપંચનુ પેટમાં પાણી હાલતું નથી. દબાણ હટાવવાનુ રખિયાલ ગ્રામ પંચાયત ને દેખાતું નથી તેવી જ રીતે રખિયાલ બસ સ્ટેશન થી રખિયાલ ગામ જવાના રોડ ઉપર પણ ખૂબ જ દબાણ છે.સરપંચ જાણેકે આંખે પાટા બાંધીને ચાલતાં હોય તેવું લાગે છે. દબાણ રખિયાલ ગ્રામ પંચાયત હટાવી શકતી નથી અને લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરે છે.તેવી લોક ચર્ચાઓ થવા લાગી છે.

Comments (0)
Add Comment