ભાદરવી પૂનમે વ્યસનમુક્તિ પ્રદર્શન તા.15 થી 20 સપ્ટેમ્બર સુધી ચાચરચોકમાં રાખવામાં આવ્યું હતું. જેમાં 25 હજારથી વધુ માઇભક્તોએ વ્યસન મુક્તિના પ્રદર્શનનો લાભ લીધો હતો. આ પ્રદર્શન દ્વારા વ્યસનથી થતી બિમારીઓ વિશે સમજાવવામાં આવ્યું હતું, પોતાના પરિવારને સુખી, નિરોગી, તંદુરસ્ત અને નિરોગી રાખવા તેમજ સ્વેચ્છાએ વ્યસનરૂપી રાક્ષસની ચુંગાલમાંથી છૂટકારો મેળવવા મા અંબેના ચાચરચોકમાં 301 માઇભક્તોએ માના આશીર્વાદ લઈ હવે પછી ક્યારેય વ્યસનન નહીં કરવાના સંકલ્પ લઈ વ્યસનને તિલાંજલિ આપી હતી.
જ્યારે નાયબ પોલીસ અધિક્ષક આર.કે.પટેલના અધ્યક્ષસ્થાને વ્યસન મુક્તિની ગોષ્ઠી યોજવામાં આવી હતી. જેમાં આર.કે.પટેલ, ડાહીબેન પટેલ, જયેશભાઈ કંસારાએ વ્યસનોથી થતી બરબાદી અને નુકશાન અંગે પોલીસ કર્મીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે 12 જેટલાં પોલીસ કર્મીઓએ વ્યસનમુક્તિનો સંકલ્પ લઇ વ્યસનોને લાત મારી હતી.
અંબાજી ગાયત્રી તીર્થ અંબાજીના ટ્રસ્ટ શંકરભાઈ તથા સમકાલીન ટીમ અને જયેશભાઈ કંસારા, મંજુલાબેન, એ.સી. પટેલ તેમજ ગાયત્રી તીર્થ અંબાજીના કાર્ય સેવકોએ સેવાકાર્યનુ બીડુ ઝડપ્યું હતું.કલેકટર આનંદ પટેલના માર્ગદર્શનથી માં અંબાજી મંદિરના ચાચર ચોકમાં ગાયત્રી તીર્થ અંબાજી દ્વારા વ્યસનમુક્તિ માટે પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.