હોમગાર્ડના સભ્ય સ્વ મહેન્દ્રભાઈ ને હોમગાર્ડ્સ કલ્યાણ નિધિમાંથી 155000 ની સહાય કરવામાં આવી

રિપોર્ટર અલ્પેશ શ્રીમાળી બૌદ્ધિક ભારત પાટણ

ચાણસ્મા હોમગાર્ડઝ યુનિટ ના હોમગાર્ડ સભ્યશ્રી સ્વ મહેન્દ્રભાઈ નાગરભાઈ સોલંકી નુ સામાન્ય સંજોગોમાં અવસાન થતાં હોમગાર્ડઝ કલ્યાણ નિધિમાંથી અવસાન સહાય મંજૂર થતાં રુપિયા ૧૫૦૦૦૦|- તથા મરણોત્તર સહાય રૂપિયા ૫૦૦૦| મળી કુલ 155000| (એક લાખ પંચાવન હજાર) નો ચેક એમના ધર્મ પત્ની ગં.સ્વ ભગવતીબેન મહેન્દ્રભાઈ સોલંકી ને માનનીય જિલ્લા કમાન્ડન્ટ સાહેબશ્રી સંજયભાઈ ઠાકોર સાહેબ ના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યો આ પ્રસંગે હેડ ક્લાર્ક જે.એન પરમાર સાહેબ તથા ચાણસ્મા હોમગાર્ડઝ યુનિટ ના ઓફીસર કમાન્ડીંગશ્રી રાજેશભાઈ શ્રીમાળી તથા જિલ્લા કચેરી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

Comments (0)
Add Comment