રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ગામની વચ્ચે આટલો મોટો ભૂવો પડી જતાં પશુઓ અને બાળકોના જીવ પર જોખમ મંડરાઇ રહ્યું છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર ભૂવાનું ઊંડાણ વધી રહ્યું છે. ભૂવા નજીક ગામનો વર્ષો જૂનો કૂવો પણ આવેલો છે સાથે ભૂગર્ભ ટાંકી અને ઓવર હેન્ડ ટાંકી પણ એજ જગ્યાએ આવેલી છે. જો સત્વરે ભૂવાનું પુરાણ ના કરવામાં આવે તો મોટી મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે. બાવળના કાંટા નાખી ભૂવા તરફ જતો રસ્તો બંધ કર્યો છે તેમ રડમાજી ઠાકોરએ જણાવ્યું હતું