સ્ત્રી-પુરુષનાં જનનાંગો સાથે જન્મેલા બાળકનું ઓપરેશન કરી બાળકી બનાવાઈ
પાલનપુર સિવિલ ના તબીબો ની મહેનત રંગ લાવી

પાલનપુર સિવિલના તબીબોએ સ્ત્રી-પુરુષનાં જનનાંગો સાથે જન્મેલા બાળકનું સફળ ઓપરેશન કરી તેને બાળકી બનાવી છે. જેને લઈ પરિવારજનોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

પાલનપુર સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે, ‘એક બાળક તેના પ્રાઇવેટ પાર્ટ્સ સ્ત્રી અને પુરુષ બંનેના સાથે જન્મી હતી. બનાસ મેડિકલ કોલેજના સિવિલ હોસ્પિટલ પાલનપુરના ડો.સુનિલ જોશી ,ડો.કલ્પેશ પટેલ, ડો. ફોરમ મોઢ અને તેમની ટીમ દ્વારા બાળકના પ્રાઇવેટ પાર્ટસનું સફળ ઓપરેશન કરીને તેના માતા-પિતાની ઈચ્છા મુજબ એક સ્ત્રીનું જ રાખવામાં આવ્યું છે. અત્યારે આ બાળક સંપૂર્ણ સ્વસ્થ છે.’

આ સિવાય 40 વર્ષીય થરાદ નિવાસી એક મહિલા ગંભીર હાલતમાં જનરલ હોસ્પીટલમાં દાખલ થયા હતા જેમને માસીકનાં ભાગે પેશાબ આવવાની તકલીફ થઇ હતી આ મહિલાને રીપોર્ટ પછી વસાઈકો વજાઈનલ ફીસ્યુલા નામની બીમારી હતી. જેનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. બનાસ મેડીકલ કોલેજના પ્રમુખ પી.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે આજની ચિકિત્સકોની દુનિયામાં કશું જ અશક્ય નથી, આવા કેસોમાં માતા-પિતાની ઇચ્છાથી અને મંજૂરીથી ઓપરેશન કરી દીકરો કે દીકરી બનાવી શકાય છે,

Comments (0)
Add Comment