રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરાના જીવાણાથી હડતા ગામને જોડતાં પાકા રસ્તાને મંજુરી મળતાં પ્રાથમિક શાળા સુધી રસ્તાને ખુલ્લો કરાયો હતો. ત્યારબાદ પ્રાથમિક શાળા સુધી રસ્તો નહીં બને તેવી જાણ થતાં ગ્રામજનોએ ભેગા મળી નાયબ કાર્યપાલક ઇજનેરને 300 મીટર રસ્તો બનાવવા લેખિત રજૂઆત કરી હતી.
જીવાણા ગામથી હડતા ગામને જોડતા પાકા ડામર રસ્તાને મંજૂરી મળતા કામ શરૂ થયું છે. જો કે શરૂઆતમાં જીવાણા ગામમાં આવેલ પ્રાથમિક શાળા સુધી ડામર પાકો રસ્તો બનશે તે માટે રસ્તાને ખુલ્લો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડામર રસ્તો જીવાણા ગામ સુધી નહિ બને તેવી હકીકતની જાણ થતાં હવે ગ્રામજનોએ લેખિતમાં નાયબ કાર્યપાલક ઇજનેરને 300 મીટર સુધીનો ડામર રસ્તો બનાવી આપવા માટેની માંગ કરી છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં જીવાણા ગામથી હડતા ગામ સુધી જોડતા માર્ગને મંજૂરી મળી ગઈ છે. જે માર્ગ જીવાણા ગામ આગળથી પસાર થતાં ધાનેરા-રાણીવાડા હાઇવે ને મળે છે. જો કે ગામના જાગૃત નાગરિકોની સરકાર સમક્ષ વિનંતી છે કે ડામર રસ્તો જીવાણા પ્રાથમિક શાળા સુધી લંબાવવામાં આવે તો શાળાએ આવતા બાળકો તેમજ પશુપાલકને સવલત મળે તેમ છે.