ચક્રો ગતિમાન: ધાનેરાના રાજોડામાં ઘર કંકાસથી કંટાળીને પિયર ગયેલી પત્નીને સાસરિયાં બળજબરીથી લઇ ગયા

રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરાના રાજોડામાં સામાજિક ઘર કંકાસથી કંટાળી પિયર ગયેલી પત્નીનું સાસરીયાઓ દ્વારા અપહરણ કરાયું હતું. જેમાં પિયર પક્ષના લોકોને માર મારતાં ધાનેરા પોલીસ મથકે સાત વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

ધાનેરા તાલુકાના રાજોડા ગામના ડાહ્યાભાઈ હીરાભાઈ પટેલની દિકરી જીજ્ઞાબેનના લગ્ન સામાજિક રીતરિવાજ મુજબ રવિયા-કોટડા ગામે મહાદેવભાઈ પનાભાઈ ચૌધરીની સાથે થયા હતા. જેઓ જીજ્ઞાબેનને માનસિક પરેશાન અને મારકુટ કરતા હતા. જે બાબતને લઇને જીજ્ઞાબેનએ પોતાના પરિવારને જાણ કરતા પિયર લઈ જતા હતા ત્યારે સાસરી પક્ષના લોકોએ પ્રાઈવેટ સાધનમાં પીછો કરી પિયરપક્ષના લોકો સાથે મારઝુડ કરી જીજ્ઞાબેન ચૌધરીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાબતને લઈને પિયરપક્ષે ધાનેરા પોલીસ સ્ટેશનમાં નરસી કાનજી, સોના કાનજી, માદેવ પના, વિક્રમ પના, વિહા મગા અને બે અજાણ્યા શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાબતે ધાનેરા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

Comments (0)
Add Comment