રિપોટર – રમેશ ભાનુશાલી કચ્છ
ભૂજ જિલ્લા ના અંજાર તાલુકા ના ખેડોઇ ગામે નારી શક્તિઓ એવી ગામની સાસરવાસ દીકરીઓ નું અકલ્પનીય સન્માન એક નવી સમાજ ને નવી દિશા માં લઈ દોરવાનો મહત્વનો ત્રિદિવસીય ભરચક કાર્યક્રમ યોજાઈ ગયો
ક્ષત્રિય રાજપૂત ગરાસિયા સમાજ એક વિશિષ્ઠ સમાજ છે એ તાજેતરમાં જ સમગ્ર દેશ અને સમાજે જોયું , એમાં એક પીછું વધારે કચ્છ જિલ્લા ના અંજાર તાલુકા ના મોટી ખેડોઈ ગામે જોડ્યું
વિગત એવી છે કચ્છ જિલ્લાના ગામ માં ૮૦ ટકા રાજપૂત ગરાસીયા દરબાર ની વસ્તી છે અને આ સામાજિક પ્રગતિ માં છે, સમાજના એક વડીલ ને એક નવો વિચાર આવ્યો કે સામાજિક પ્લેટફોર્મ ઉપર ગામના રાજપૂત સમાજના બહેનો, દીકરીઓ અને ખાસ કરીને વિસરાતી પેઢી ફૈબા સાહેબો જે વર્ષો થી પિયર માં પધાર્યા નથી અથવા તો એવા કોઈ માધ્યમો કે કારણો નહોતા પિયર મા આવવાના એવા,આ ગામ ના જ વરિષ્ઠ દીકરીઓ છે, એવા અને રાજપૂત સમાજના તામામ અબાલ વૃદ્ધ દીકરીઓ ને સન્માન સાથે તેડાવી અને વિસરાતી પિયર ની વાટ જીવંત રહે એ વિચાર સાથે હકારાત્મક વિચારસરણી ના માધ્યમ થી ફરી પાછા આજે એક ગામના દીકરીઓને એટલે કે 95 વર્ષથી માંડી 22 વર્ષની દીકરીઓ(ફૈબાજી,બહેનો, અને દીકરીઓ ભાણેજ )સાથે વચ્ચે અન્ય ગામો અને વિસ્તારોમાં પોતપોતાના સાસરામાં ઓતપ્રોત થયેલ એ ગામ ની દીકરીઓ જે પિયરની વાટ ભૂલી ગયેલ હોય છે સંસાર ચક્ર માં,એમને પણ આ પ્રસંગમાં હજારો અને સંખ્યામાં આવ્યા એમને સન્માન સાથે તેડાવ્યા સમગ્ર ગામે પોતાની દીકરીઓ જેમાં ઉંમરલાયક હોય એવા દીકરી એટલે કે જેને ફઈબામાં તરીકે બેનશ્રીઓ અને દીકરીઓશ્રીઓને ઢોલ નગારા અને પુષ્પવૃષ્ટિથી સામૈયા કર્યા તેમને લાડકોડ થી પુરા સન્માન થી કાર્યક્રમમાં મુખ્ય હાર્દ તરીકે પ્રસ્થાપિત કર્યા અને વિશેષ મહત્વની બાબત એ એ દીકરીઓ જ્યારે ગામમાં પોતાનું જીવન નાનપણથી લગ્નજીવન શરૂ કર્યા પહેલાં સુધીના ગામ ની દીકરી તરીકે ના સમયગાળામાં પસાર કર્યું હતું
તે ગામના ગોંદરા ની રમતો સહિતની એ વખતની તમામ વિષયોને ધ્યાને રાખી કાર્યક્રમો કર્યા પુરા મુક્ત મને એ સાસરવાસ દીકરીઓએ ત્રણ દિવસ પોતાના પિયરના ગામમાં યોજાઈ રહ્યા જમવા રહેવા સહિત ની તમામ ઉચ્ચ કોટી ની વ્યવસ્થા ગામ ના દીકરાઓ એ બખૂબી એક દૈવી શક્તિઓ ને મળતા સન્માન સાથે ત્રણ દીવસ નિભાવી અને ગામના તમામ દીકરાઓ વડીલો જાણે એમના ગામમાં કોઈ દેવી શક્તિઓ આવી હોય અને જે ભાવ દેખાડતા હોય એ મુજબ ગામના 17 વર્ષના જુવાન થી થી માંડીને 90 વર્ષના વયોવૃધ્ધ સુધી પોતાની બેન દીકરીઓ માટે ખૂબ જ સક્રિય રહીને ત્રણ દિવસ સન્માન સાથે ખાટલે થી પાટલે ને પાટલે થી ખાટલે એ દીકરીઓ બહેનોને સહેજ પણ ઓછું ન આવે તેનું સંપૂર્ણ ધ્યાન રાખી આવા ત્રણ દિવસના કાર્યક્રમમાં ડાંડિયારાસ ગામનો ગોંદરો ભૂલયેલ ગયેલી નાનપણ ની રમતો જે દીકરીઓ બહેનો રમી હોય ગામના તમામ પ્રકારના કાર્યક્રમને આવરી અને સરસ મજાના કાર્યક્રમો થકી આ દીકરીઓને અને ખાસ કરીને ફઈબાઓ કે જેમની ઉંમર 60 થી 90 વર્ષ સુધી પહોંચી ગઈ છે એમને ફરી પાછું એ પિયરનું પિયરનું ફળિયું પિયરનો આંગણું અને પિયરનો જે ભાવ અને પ્રેમ તારોતાજા કરી આજીવન યાદગીરી રૂપે તમામ પ્રકારના કાર્યક્રમો કરી આ ખેડોઈ ગામ આવી દેવી શક્તિરૂપ દીકરીઓ બહેનો અને ફઈબામાં ઓના હૃદય માંથી નીકળેલા હકારાત્મક ઊર્જાવાન આશીર્વાદ થકી ઉર્જાવાન બન્યો છે,
આ સમગ્ર ત્રિદિવસીય કાર્યક્રમના સ્પેશીયલ મુક સેવકો એવા કેટલાક દાતાઓની મજબૂત ભૂમિકાએ ગામના રાજપૂત સમાજ ને દૈવી શકિત એવા દીકરીઓ આશીર્વાદ નું માધ્યમ બનાવ્યું કોટી કોટી વંદન
આ એક અનોખી પહેલ છે મહત્વની બાબત એ છે કે આ ગરિમા મય કાર્યક્રમ મા ઉપસ્થિત રહેલ સમાજ ના વયોવૃદ્ધ દીકરીઓ થી માંડીને તાજેતર માં જ લગ્ન કરીને પિયર માંથી વિદાય થયેલ દીકરીબાઓ ના કંકુ ભર્યા પગલાં એક વિશાળ સફેદ કાપડ ના મોટા રોલ ઉપર લેવામાં આવ્યા,જે આજીવન યાદી સાથે એ તમામ બાબતો નું ધ્યાન રાખવામાં આવ્યું જે સન્માન કરવા પાત્ર હોય એ બધું કરી એક નવો રાહ સમાજ ચીંધવા નો હોય એવું દેખાય છે સામાન્ય રીતે દીકરીઓ સાસરે જાય પછી એને પિયરની વાત ક્રમશઃ સમય અનુસાર ભુલાઈ જતી હોય છે ત્યારે ધન્ય છે આ ખેડોઇ ગામના વડીલો યુવાનો અને સામાજિક આગેવાનો કે જેમને માત્ર પોતાના પરિવારમાંથી બહાર ગયેલી દીકરીઓને પણ આજે એમની સાથે જોડીને રાખ્યા છે એટલા માટે કે આ દીકરીઓ બહેનો પોતાના પિયરની માલમિલકત સહિતના હકક હિતો છોડીને પિયરના ભાઈઓ અને પરિવારોને સુખી કરીને ગઈ છે ત્યારે એમનો ઋણ ચૂકવવાનો અનોખો અવસર ગામના આ સામાજિક આગેવાનોએ બાખુબી નિભાવ્યો જે આગળ જતા અન્ય સમાજ માટે પ્રેરણા પાત્ર પણ થશે અને પરિવારના બહેનો દીકરીઓ પિયર માં થયેલા ભાવ અને લાગણીઓ હંમેશા તાજા રહે એ ઉત્તમ પ્રકારનો કાર્યક્રમ આજે ખેડોઈ ગામના રાજપૂત ગરાસિયા સમાજના આ વિચાર જેના મનમાં આવ્યો એ ભાયાતો સાથે યુવાઓ એ સીમાચિન્હ રૂપ સફળતા સાથે અકલ્પનીય તે યોજાઈ ગયો જે રીતે સામૈયા કર્યા એ જ રીતે વિદાયના પણ કાર્યક્રમો જે અત્યંત ભાવવિભોર અને કરૂણા ભર્યા ભાવોનું નિર્માણ ,જે અંતે ગામ પરિવાર માટે એટલા બધા આશીર્વાદને ઊર્જાઓ નો મોટો પુંજ બન્યો, એ ગામની અબાલવૃદ્ધ દીકરીઓએપોતાના આ ત્રણ દિવસના આનંદ ઉલ્લાસમાં પસાર થયેલા દિવસો દરમિયાન મેળવેલી સંતુષ્ટીના આશીર્વાદો પોતાના પિયરમાં રહેલા ભાઈઓ પિતા, કાકા , દાદા અને પરિવાર કુટુંબ માટે અદ્રશ્ય રીતે આપીને ગયા હશે આ એક અદ્રશ્ય વિષય છે માત્ર અહેસાસ જ થઈ જાય છે
સુસ્વાગતમ
૭૦૦ દિકરીબા
૩૦૦. ગામના કુવારા દીકરીબા
૨૨૫. ભાણેજડા
કુલ ૧૨૨૫
૧૮ વર્ષ થી ૯૫ વર્ષ ના બહેનો દીકરીઓ હાજર રહ્યા હતા.
એમની આ વ્યવસ્થા
તા.૧૨.૫.૨૪. ના સાંજે ૫ વાગે બસ સ્ટેશનથી ક્ષત્રિય સમાજ ભવન સુધી સામૈયું.
આવેલા દરેક દીકરીબા ને શરબત થી સ્વાગત.
રાત્રે ૭.૩૦ કલાકે વાળું ખારીભાત.
રાત્રે ૯ રાસ ગરબા
રાત્રે ૧૧ કલાકે દાબેલી.
તા.૧૩.૫.૨૪ ના સવારે ૭ વાગે નાસ્તો થેપલા દહીં ચટણી ચા પાણી.
સવારે ૯ મન ની વાતો.નાનપણ ની રમતો.
૧૦.વાગે તરબૂચ
૧૧.વાગે આઈસ્ક્રીમ
બપોરે ભોજન શીખંડ પુરી દાળ ભાત શાક ખમણ ચટણી.
બપોરે ૨ વાગે શેરડીનો રસ
બપોરે ૩ વાગે સાકર ટેટી
બપોરે ૪ વાગે ધર્મ સભા.
સાંજે ૬ વાગે કુલ્ફી
સાંજે ૭ વાગે ગામ ના ગોંદરે
રાત્રે ૮ વાગે વાળું કઢી ખીચડી શાક રોટલી રોટલા છાશ ગોળ.
રાત્રે ૯ વાગે ડાયરો.
રાત્રે ૧૧ વાગે નાસ્તો.
તા.૧૪.૫.૨૪. સવારે ૭ વાગે નાસ્તો ગાંઠિયા જલેબી ચવાણું અથાણું ચા કોફી.
સવારે ૯ વાગે મન નું ભાતું
સવારે ૯.૩૦ વાગે કંકુ થાપા
સવારે ૧૦ વાગે વિર પસલી,ભેટ
સવારે ૧૦.૩૦ વાગે વસમી વિદાય
સાથે એક ગરિમા ભર્યા કાર્યક્રમ ની જેમ દીકરી ના વિદાય વખતે થતા કરુણામય વાતાવરણ માં આશીર્વાદ ના પુંજ વરસાવતી ખેડોઇ ગામ ની એક સાથે ૭૦૦ સાસરવાસ દીકરીઓ ભાણેજડા સાથે પિયર ની ઉત્તમ યાદો સાથે વિદાય થઇ
એક અકલ્પનીય કાર્યકમ નો અનુભવ અવિમરનીય