રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરાના શેરા ગામે સગાઈ બાબતે એક જ સમાજના લોકો વચ્ચે મારામારી થતાં ફરિયાદ નોંધાઈ હતી.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ ધાનેરા તાલુકાના જડીયા ગામના વેરશીભાઈ લાલાભાઇ વાદીને તેમના જ સમાજના વાઘાભાઈ ચમનભાઈ વાદીએ ફોન કરી શેરા ગામે બોલાવતા વેરશીભાઈ પત્ની સાથે શેરાગામે આવ્યાં હતા. ત્યારે વાતચીત દરમિયાન સગાઈ બાબતે વાઘાભાઈ અને રમેશભાઈ બંને જણ ઉશ્કેરાઈ અપશબ્દો બોલવા લાગ્યાં હતાં. અપશબ્દો બોલવાની ના પાડતા હાથમાં રહેલ કુહાડી મારતા અને લાકડી વડે હુમલો કરતા વેરશીભાઈના પત્ની કેહરીબેને વચ્ચે પડી છોડાવતા હુમલો કરનારાઓ જાનથી મારવાની ધમકી આપી જતા રહ્યા હતા. જેની ધાનેરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી. આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી