રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
અખાત્રીજનાં દિવસે ખેડૂતો ખેડનું મુહૂર્ત કરતા સાથે વૈશાખ સુદ ચોથના શુભ દિવસે વરસાદ કેવો પડશે તેને લઈ અલગ-અલગ ગામોમાં વરતારો જોવામાં આવે છે. ધાનેરામાં પણ વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે પ્રજાપતિ સમાજના ઘરે ખેડૂતો ભેગા થઈ વરતારો જોવે છે. ગણપતિ દાદાની સ્થાપના કર્યા બાદ શુભ શુકનવિધી કરવામાં આવે છે. જેમાં માટીની ચાર કુલકી બનાવી ચોમાસાના ચાર મહીના અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો મહીના પ્રમાણે નામ આપી પાણી ભરવામાં આવે છે. ત્યારબાદ જે પ્રમાણે પ્રથમ કુલકી ગળી જાય તે પ્રમાણે વરસાદનું અનુમાન કરવામાં આવે છે. જેમાં ચાલુ વર્ષ દરમિયાન સારા શુકન જોવા મળ્યા છે. ચોમાસામાં સારા વરસાદ સાથે પાણીનો સંગ્રહ થાય તેવું અનુમાન વિરમભાઇ ખેડૂત વિગેરે લગાવી રહ્યા છે.