ફરિયાદ: ધાનેરામાં બાઇકની ઊઠાંતરી થતાં ફરિયાદ નોંધાઈ

રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા તાલુકાના રમુણા ગામના વિરેન્દ્રકુમાર કેહરાભાઇ ગોહિલે પોતાનું બાઇક નં. જીજે. 08. સી. એફ. 3555 ધાનેરા સુપરમાર્કેટના પાછળના ભાગે પાર્ક કર્યુ હતુ. જેની દિવસ દરમિયાન અજાણ્યો શખ્સ ચોરી કરી લઇ ગયો હતો. તેઓએ બાઇકની શોધખોળ કરી છતાં પણ કોઈ પત્તો ન લાગતાં ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Comments (0)
Add Comment