પતિએ તલવારથી પત્નિ,પુત્ર અને 2 સાળા પર હુમલો કર્યો

રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા તાલુકાના આસીયા ગામે પતિ સાથે ઝઘડો થતાં પરિણીતા સંતાનોને લઇ રિસાઇને ધાનેરા આવી ગઇ હતી. આથી પતિ ઇકો ગાડીમાં તલવાર લઇને આવી તેની પત્નિ અને બે સાળા ઉપર હુમલો કરી ઇજા કરી હતી. આ અંગે તેણીએ પતિ સામે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ધાનેરાની મહિલાના લગ્ન આસીયા ગામે દશરથભાઇ કરશનભાઇ ચૌહાણ સાથે 13 વર્ષ અગાઉ થયા હતા. જેમને સંતાનમાં બે દિકરા છે. દરમિયાન પતિ સાથે ઝઘડો થતાં તેણી સંતાનો સાથે પિયર ધાનેરા રિસાઇને આવી હતી. આથી ઉશ્કેરાયેલો દશરથ ચૌહાણ ઇકો ગાડીમાં તલવાર સાથે ધાનેરા આવ્યો હતો. અને મહિલા, તેનો પુત્ર અને બે સાળા ઉપર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે તેણીએ પતિ સામે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Comments (0)
Add Comment