થાવરમાં ગૌચરનું દબાણ દૂર કરવા કલેકટરને રજૂઆત

રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા તાલુકાના થાવર ગામના જાગૃત નાગરીકે પોતાના ગામમાં ગૌચરની જમીન ઉપરના દબાણ દૂર કરી ખુલ્લી કરાવવા માટે જિલ્લા કલેકટર લેખિત રજૂઆત કરી છે.ધાનેરાના થાવર ગામમાં એક હજાર કરતાં પણ વધારે હેકટરની જમીન ગૌચરની છે. જો કે મોટાભાગની જમીન પર દબાણ કરવામાં આવ્યું છે. જેને લઇ થાવર ગામના ભરતભાઇ પટેલએ આ બાબતે સ્થાનિક પંચાયતનું ધ્યાન દોરતાં યોગ્ય જવાબ ના મળતાં તેઓએ ગૌચર જમીનનો મામલો જિલ્લા કલેકટરને ધ્યાન પર મૂક્યો છે. ગુજરાત જમીન પચાવવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 મુજબ થાવર ગામની સીમમાં આવેલ સર્વે નંબર 621 પર આચરવામાં આવેલ દબાણ દૂર કરવા માટે નિયમો અનુસાર કાયદેસર કાર્યવાહી કરવામાં માંગ કરાઇ છે.ભરતભાઇ પટેલના જણાવ્યા અનુસાર સર્વે નંબર 621 પર 6 જેટલા વ્યક્તિઓએ દબાણ કર્યું છે. સર્વે નંબરવાળી ગૌચર જમીન પર ખેતી, પિયત તેમજ પાકું બાંધકામ કરવામાં આવ્યું છે. જે મામલે યોગ્ય કાર્યવાહી કરી ગૌચર ખુલ્લું થાય તેવી રજૂઆત ભરતભાઇએ કરી છે.

Comments (0)
Add Comment