ધાનેરામાં વરરાજાએ પરણતાં પહેલા કોલેજની પરીક્ષા આપી

રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરામાં વરરાજાએ પરણતા પહેલા કોલેજની પરીક્ષા આપી હતી.યુવાનો જીવનમાં શિક્ષણનું મહત્વ સમજી રહ્યા છે. તેનું પ્રેરક ઉદાહરણ ધાનેરાની સૂર્યોદર કોલેજમાં જોવા મળ્યું હતુ. યુવકને પરણવાનું મૂહૂત 11.30 કલાકે હતુ. જોકે, તે પહેલા કારર્કિદીની મહત્વની બીએ સેમિસ્ટરની પરીક્ષામાં ઇતિહાસ વિષયનું પેપર હતું. આથી તે વરરાજાના પોષાકમાં જ કોલેજ પહોચી ગયા હતા. અને સેરવાની, માથે સાફો અને બાંધેલું મોર,પગમાં મોજડી સાથે પરીક્ષા આપી જાન લઇને માંડવે પહોચ્યા હતા.

Comments (0)
Add Comment