રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા પોલીસમાં પતિ સહિત સાત સામે ફરિયાદ
ધાનેરાપંથકની એક પરિણીતાના પાટણ તાલુકાના ગોલીવાડા ગામે લગ્ન થયા હતા. જ્યાં ગાડી લાવવા માટે પતિને રૂપિયા 5 લાખ આપ્યા હતા. તેમ છતાં અન્ય યુવતીના મોહમાં પતિ સહિત સાસરિયાઓએ તેણીની ઉપર શારિરીક – માનસિક ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢી હતી. આ અંગે તેણીએ તમામ સામે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
મહિલાના લગ્ન પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ગોલીવાડા ગામે 16 મે 2023ના રોજ જીગરપુરી ભુરાપુરી ગૌસ્વામી સાથે થયા હતા. જોકે, જીગરપુરીને અન્ય યુવતી સાથે પ્રેમ સબંધ હોઇ સારી રીતે રાખતો ન હતો. જેણે એવી શરત મુકી હતી કે ગાડી લાવવા માટે રૂપિયા 5 લાખ આપે તો રાખીશ જે નાણાં પતિને આપ્યા હતા.
તેમ છતાં પતિ સહિત સાસરીપક્ષના ભુરાપુરી સુખદેવપુરી ગૌસ્વામી, વિજયાબેન ભુરાપુરી ગૌસ્વામી, અરૂણાબેન ભુરાપુરી ગૌસ્વામી, હેતલબેન પ્રકાશવન ગૌસ્વામી, ગણપતપુરી સુખદેવપુરી ગૌસ્વામી, ક્રિષ્ણાબેન ગણપતપુરી ગૌસ્વામી અને જીજ્ઞેશપુરી ઉમેદપુરી ગૌસ્વામીએ શારિરીક- માનસિક ત્રાસ આપી તેણીને ઘરમાંથી હાંકી કાઢી હતી. આ અંગે તમામ સામે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.