ધાનેરા પોસ્ટ ઓફિસમાં ટપાલ, પોસ્ટ કવર ઉપર મતદાન જાગૃતિના સિક્કા લગાવાયા

રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા સ્વીપ ટીમના સભ્યો સી.આર.સી. ત્રિકમભાઈ પાન્ડે, વશરામભાઈ પટેલ, પ્રવિણભાઈ પટેલ દ્વારા ધાનેરા તાલુકાના વિવિધ ગામોમાં, શહેરમાં અલગ અલગ પ્રવૃત્તિઓ હાથ ધરી મતદાન અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ત્યારે ધાનેરા સ્વીપ ટીમ દ્વારા લોકોને ઘરે બેઠા મતદાન જાગૃતિનો સંદેશ મળી રહે અને વધુમાં વધુ લોકો મતદાન માટે પ્રેરીત થાય એ માટે દરેક ટપાલ, પોસ્ટ કવર પર મતદાન જાગૃતિ અંગેનો સંદેશ દર્શાવતા સિકકા મારવામાં આવ્યા હતા. જેથી જે નામે પત્રવ્યવહાર થયો હોય એ દરેકને મતદાન જાગૃતિ અંગેનો સંદેશ પહોંચી શકે અને જિલ્લામાં વધુને વધુ મતદાનનો લક્ષ્યાંક પૂર્ણ કરી શકાય.

Comments (0)
Add Comment