અનાપુરગઢના વેપારીનું અકસ્માતમાં મોત થતાં વેપારીઓએ દુકાનો બંધ રાખી શ્રદ્ધાંજલિ આપી

બંધ પડેલા ટેન્કર સાથે વેપારીની કાર ટકરાતાં મોત નીપજ્યું હતુ

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા

ધાનેરા તાલુકાના અનાપુરગઢ ગામના યુવાન વિશાલભાઈ જગમાલભાઈ તેમના મિત્ર સાથે વેપાર ધંધા માટે બિહાર રાજ્યમાં ગયા હતા. પોતાના વેપાર ધંધાનું કામ પૂર્ણ કરી કારથી ધાનેરા તરફ આવી રહ્યા હતા. જો કે મુખ્ય નેશનલ હાઇવે રોડ પર એક ટેન્કર પડેલું હતું અને એ બંધ પડેલા ટેન્કર સાથે કારની ટક્કર થઈ જતાં ઘટના સ્થળે વિશાલભાઈનું મોત થયું હતું. જયારે અન્ય ત્રણ યુવકોને ઈજાઓ થતાં તેમને સારવાર માટે નજીકમાં દવાખાને લઈ જવામાં આવ્યા હતા. આથી ગુરુવારે અનાપુરગઢ ગામમાં આવેલી તમામ દુકાનો સ્વેચ્છીક રીતે સવારથી બપોર સુધી બંધ શ્રદ્ધાંજલી અપાઇ હતી. વેપારી આગેવાન અને એક યુવાનનું મોત થતાં પરિવાર અને સમાજમાં ભારે આઘાત પડ્યો છે.

Comments (0)
Add Comment