રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા તાલુકાના થાવર ગામમાં આવેલા એક મોબાઈલ ટાવરમાંથી એક માસ અગાઉ રૂ.28 હજારના કોપરના કેબલ વાયરની ચોરી કરનારા બે શખસોને બુધવારે રૂ.2.28 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
થાવર ગામમાં આવેલા ઇન્ડ્સ કંપનીના ટાવરમાંથી એરટેલ કંપનીના આર.એફ. મોડ્યુલર પાવર કેબલનો 70 મીટર વાયર તા.2 ફેબ્રુઆરી-2024 કોઈ કાપીને ચોરી જતાં કંપનીના સિક્યુરિટી સુપરવાઈઝર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેથી પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી.જેમાં પોલીસે બુધવારે ધાનેરા નજીકથી કેતનજી બાબુજી ઓખાજી ઠાકોર (28, રહે.ધનકવાડા,તા.દિયોદર, હાલ રહે.પાલનપુર) તેમજ વિષ્નુજી બચુજી ઠાકોર (કહેરચા) (25, રહે.વડા,તા.કાંકરેજ) ને ઝડપી લીધા હતા. જેમની પાસેથી કેબલ રૂ.28,000 તથા ગુનામાં વપરાયેલ ગાડી રૂ.2 લાખ મળી કુલ રૂ. 2,28,000 નો મુદ્દામાલ કબજે લીધો હતો