બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે પાલનપુર તાલુકા પોલીસ મથકે ના પ્રોહિબિશન ગુનાના નાસ્તા ફરતા આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યો

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા

બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે પાલનપુર તાલુકા પોલીસ મથકે ના પ્રોહિબિશન ગુનાના નાસ્તા ફરતા આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસને મળતી બાતમી હકીકત આધારે આધારે રાજસ્થાનના ગાંધવ વિસ્તારમાં એલસીબી પોલીસે રાઉન્ડ અપ કરી તેની અટકાયત કરી પાલનપુર તાલુકા પોલીસ ની સોપી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ-ભુજ તેમજ અક્ષય રાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા નાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ કરેલ સુચના અન્વયે વી.જી.પ્રજાપતિ પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી તેમજ નાસતા ફરતા ટીમના ઇન્ચાર્જ એ.ટી.પટેલ પોલીસ ઇન્સપેક્ટર ધાનેરા પોલીસ સ્ટેશન તેમજ એમ.કે.ઝાલા પો.સબ.ઇન્સ પી.એલ.આહીર પો.સબ.ઇન્સ એસ.જે.પરમાર પો.સબ.ઇન્સ એલ.સી.બી પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગેની ઝુંબેશમા હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન માં પ્રોહીબીશન કલમ-65(એઇ),116(2),98(2),81,83 મુજબના ગુનાના કામે લાલ શાહીથી નાસતો ફરતો આરોપી ચુનારામ રાજુરામ ખેતારામ જાતે જાટ રહે-કેરલી, આદર્શ ચવા,બાડમેર રાજસ્થાન વાળાને ગાંધવ રાજસ્થાન મુકામેથી રાઉન્ડ અપ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ને લઈ આરોપી પાલનપુર તાલુકા પોલીસ મથકે સોંપી ખાતે આગળ તપાસ હાથ ધરી છે.

Comments (0)
Add Comment