ધાનેરામાં સરહદી વાસણમાં પીવાનું પાણી ન મળતાં મહિલાઓને વલખાં

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા

ધાનેરા તાલુકાનાં સરહદ પર આવેલા વાસણ ગામમાં ગરીબ અને શ્રમિક પરિવારો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. પાણીના ટેન્કર પર આધારિત પરિવારો પાણીની માંગ કરી રહ્યા છે. આથી તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.ધાનેરા તાલુકાના ગામડામાં પાણીનું સંકટ વધી રહ્યું છે. ઉનાળા ઋતુની શરૂઆતની સાથે ગ્રામીણ વિસ્તારમાંથીપાણીનો પુકાર પડી રહ્યો છે. ધાનેરા તાલુકાના વાસણ ગામમાં પ્લોટ વિસ્તારમાં રહેતા પરિવારો ટેન્કર આધારિત પાણી પોતાના ખર્ચે મેળવી રહ્યા છે. પ્લોટ વિસ્તારમાં ઘરે-ઘરે પાણીનાં કનેક્શન તો છે પણ પાણી આવતું નથી. ગરીબ અને શ્રમિક પરિવારોએ પોતાના ઘરે પાણીની ટાંકીઓ બનાવી છે.જ્યારે પાણીની અછત સર્જાય ત્યારે પોતાના ખર્ચે ટેન્કર દ્વારા પાણી લાવી નાંખતા હોય છે. પાણી મેળવવા માટે મહિલાઓ અને વૃદ્ધોને આમ તેમ વલખાં મારવા પડે છે. કારણ કે એક ટેન્કરની પાછળ 700 રૂપિયા જેટલો અંદાજિત ખર્ચ થાય છે. આવી મુશ્કેલી સાથે પરિવારો તંત્ર પાસે પાણીની માંગ કરી રહ્યા છે તેમ સ્થાનિક રહીશ કમલેશભાઈએ જણાવ્યું હતું.

Comments (0)
Add Comment