ધાનેરાના માલોત્રા ગામે શીતળા માતાજીનો મેળો ભરાયો

પોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા તાલુકાના માલોત્રા ગામમાં આવેલા શીતળા માતાના મંદિરે સોમવારે મેળો ભરાયો . ધાનેરા તાલુકો પશુપાલન પર નિર્ભર તાલુકો હોવાના કારણે શીતળા માતાના મંદિરે સૌથી વધારે મહિલાઓ દર્શન માટે આવતી હોય છે. સાતમના અગાઉના દિવસે પ્રસાદ બનાવી સાતમના દિવસે માતાજીને પ્રસાદ ધરવા માટે મહિલાઓ આવતી હોય છે. જેમાં બાજરી, મીઠું, ગોળ, સુખડી, ઘઉં સહિતની પ્રસાદ માતાજીને અર્પણ કરવામાં આવે છે. પશુઓમાં કોઈ રોગ ના આવે અને પરિવારમાં સુખ શાંતિ રહે તેવી પ્રાર્થના સાથે આજે હજારો ભકતોએ સાતમના દિવસે શીતળા માતાના દર્શનનો લાભ લીધો છે.

Comments (0)
Add Comment