રિપોર્ટર પોપટલાલ બૌદ્ધિક ભારત ધાનેરા
એલસીબીને મળેલી બાતમી હકીકત આધારે ધાનેરા પોલીસ મથકે પ્રોહીબિશનના ગુનાનો આરોપી જગદીશ બિશ્નોઇ ધાનેરા વિસ્તારમાં છે જે આધારે પોલીસે તપાસ હાથ ધરતા આરોપીને ઝડપી પાડી ધાનેરા પોલીસને સોંપી આગળની તપાસ હાથ ધરી છે. ધાનેરા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને એલસીબીએ ઝડપી પાડયો છે. જેમાં એલ.સી.બી. દ્વારા ધાનેરા પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ દરમીયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ ધાનેરા પોલીસ મથકે પ્રોહીબીસન કલમ 65(એ.ઇ),116(2),98(2),99,81 વિ મુજબના ગુનાના કામે નાસ્તો ફરતો આરોપી જગદીશ ભાખરારામ બિશ્નોઇ રહે. સરનાઉ તા.સાચોરવાળા જે ધાનેરા વિસ્તારમાં છે જે બાતમી આધારે LCB પોલીસે ઝડપી પાડી ધાનેરા પોલીસને સોંપીને આગળની તપાસ હાથ ધરી છે