રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરા નગરપાલિકા દ્વારા વેરા વસુલાત માટે એક ટીમ બનાવી ગુરુવારે-શુક્રવાર આમ બે દિવસથી કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં વાણિજ્ય મિલકતો, પાણી તેમજ વિવિધ વેરા વસૂલવા વર્ષોથી વેરા ન ભરતાં 15 મિલકત ધારકોના પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યાહતા. જેમના વર્ષોથી વેરા તેમજ મિલકતોના પણ સીલ મારવામાં આવ્યા હતા.
બે દિવસમાં 4 લાખ વસુલવામાં આવ્યા છે તેમ કિશોરભાઇ રાવ ટેક્સ ઇન્સ્પેક્ટરએ જણાવ્યું હતું. હાલમાં વોર્ડ નંબર 1, 2 અને 3 માં કાર્યવાહી ચાલી રહી છે અને આ કાર્યવાહી લાંબી ચાલશે.