બનાસ ના આંગણે સહયોગી ના સહયોગથી…બનાસ એન પી પ્લસ સંસ્થા ના એચ. આઇ. વી પોજીટીવ બાળકો માટે ઉજવાયો હેલ્થ ચેક અપ કેમ્પ

ઇનરવહીલ ક્લબ પાલનપુર સીટી, ડૉ મીનાબેન પટેલ, ડૉ. જીજ્ઞેશભાઇ પટેલ અને ઠાકોરદાસભાઇ ખત્રી, નીતિનભાઈ ઠાકોર ના સહયોગ થી બનાસ એન પી પ્લસ સંસ્થા ના બાળકો ના હેલ્થ ચેક અપ કરી અનોખી રીતે ઉજવાયો સેવા દિવસ
આજ રોજ બનાસ એન પી પ્લસ સંસ્થા સાથે જોડાયેલ અને વિહાન પ્રોજેક્ટ ની વિવિધ સેવા સાથે જોડાયેલા અને તકવાદી ચેપ ધરાવતા બાળકો માટે ફ્રી મેડિકલ ચેક અપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ડૉ મીનાબેન પટેલ ( પીડિયાટ્રિશિયન ) દ્વારા પાંત્રીસ જેટલા એચ આઇ વી પોજીટીવ બાળકોને ફ્રી માં ચેક અપ કરવામાં આવ્યા
ઇનરવહીલ ક્લબ પાલનપુર સીટી ના પ્રમુખ મમતાબેન શાહ દ્વારા પાંત્રીસ બાળકોને અંદાજિત પચીસો રૂપિયા ની દવા માટે સહયોગ મળ્યો
નિસ્વાર્થ સેવા સંગઠન ના નિતીનભાઇ ઠાકોર અને જીવદયા ફાઉન્ડેશન ના ઠાકોરદાસભાઇ ખત્રી દ્વારા બાળકોને ટીશર્ટ, પેન, પેન્સિલ, કંપાસ બોક્સ આપવામાં આવ્યો હતું
ડૉ જીગ્નેશભાઈ પટેલ ( દેવ આઇ. સી. યુ ) ના સહયોગ થી તમામ બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો
આમ બનાસ એન પી પ્લસ ના પોજીટીવ બાળકો માટે સહયોગી દાતા ના સહયોગ થી અનોખી રીતે હેલ્થ ચેક અપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન અને કોડીનેશન બનાસ એન પી પ્લસ સંસ્થા ના પ્રમુખ અને વિહાન પ્રોજેક્ટ ના પ્રોજેક્ટ ડાયરેક્ટર નરેશભાઈ સોની અને વિહાન પ્રોજેક્ટ ના હેલ્થ પ્રમોટર નવનીતભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું

Comments (0)
Add Comment