વિંછીવાડી નજીક વાહનની ટક્કરે બાઇક ચાલકનું મોત

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા

ધાનેરા તાલુકાના વિંછીવાડી નજીક રવિવારે રાત્રે અજાણ્યા ડમ્પર ચાલકે બાઇક સવાર ત્રણ યુવકોને ટક્કર મારી હતી. જેમાં એકનું મોત થયું હતુ. જ્યારે બે જણાંને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે નાસી છુટેલા ડમ્પર ચાલક સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ધાનેરા તાલુકાના મગરાવા ગામના અશોકભાઇ મફાભાઇ પરમાર, નરપતભાઇ પોપટભાઇ માજીરાણા અને વિંછીવાડીના રમેશભાઇ વીરમાભાઇ માજીરાણા રવિવારે સાંજે બાઇક નં. જીજે. 24. એફ. 5297 લઇ રમેશભાઇને વિંછીવાડી ગામે મુકવા જતા હતા. ત્યારે ગામ નજીક અજાણ્યા ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારી હતી. જેમાં અશોકભાઇને ગંભીર ઇજા થતાં મોત થયું હતુ. જ્યારે નરપતભાઇ અને રમેશભાઇને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે મૃતકના ભાઇ પ્રકાશભાઇ મફાભાઇ પરમારે નાસી છુટેલા અજાણ્યા ડમ્પર ચાલક સામે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બેને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયા

Comments (0)
Add Comment