રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરા તાલુકાનાં માલોત્રા ગામની અનુપમન પ્રાથમિક શાળામાં ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મૂળ માલોત્રા ગામના અને લંડનમાં રહેતા ગીતાબેન ચૌધરી ખાસ હાજર રહ્યા હતા. છેલ્લા 23 વર્ષથી શિક્ષક તરીકે સેવા આપી રહેલા ગીતાબેનના પિતા દોલાભાઈની પૂણ્યતિથિ પર માલોત્રા ગામની તમામ શાળામાં અભ્યાસ કરતા બાળકોને ભોજન આપતા હોય છે. સાથે હિન્દુ ધર્મના મહાન ગ્રંથ ગીતાનાં ઉપદેશ અને ગીતાના મહત્વને લઈ બાળકોને ખાસ સમજણ અપાઈ હતી. અમદાવાદમાં રહેતા પીન્ટુભાઈએ બાળકો સાથે ભોજન પ્રસાદ લીધો હતો.