ધાનેરા નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા

ધાનેરા નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર પોલીસે ઝડપી લીધી હતી. એલસીબી પીઆઇ ડી. આર. ગઢવી,પીએસઆઇ પી. એલ.આહિરે ટીમ સાથે ધાનેરા તાલુકાના અનાપુર છોટા આલવાડા ત્રણ રસ્તા નજીક પસાર થતી કાર નં. જીજે. 01. આર. જી. 6424 ઉભી રખાવી તલાસી લીધી હતી. જેમાંથી રૂપિયા 1,25,155ની વિદેશી દારૂની બોટલ નંગ 89 મળી આવી હતી. રૂપિયા 5,00,000ની કાર, રૂપિયા 15,0000ના મોબાઇલ, રૂપિયા 18,000 રોકડા મળી કુલ રૂપિયા 6,58,155નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.અને કાર ચાલક અમદાવાદ ગોતા હાલ ધાનેરાના અનાપુર છોટાનોસંજયભાઇ રમેશભાઇ પરમાર, અમદાવાદ વટવાનો અમીતકુમાર મહેશભાઇ જૈનને ઝડપી લીધો હતો. જ્યારે મુદ્દામાલ ભરાવનારો અનાપુર છોટાનો મુકેશભાઇ વીરમાભાઇ સોલંકી સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Comments (0)
Add Comment