ક્રુરતાપુર્વક દોરડાથી બાંધીને ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર લઈ જવાતા હતા ઃ ૧.૯૦ લાખનો મુદ્દામાલ કબજેે
સિધુભવન રોડ પર બોલેરો વાહનમાં ક્રુરતાપુર્વક બાંધીને કતલખાને લઈ જવાતા ૧૦ પશુઓનો સરખેજ પોલીસે છુટાકોર કરાવ્યો હતો. પોલીસે આ સંદર્ભે એક શખ્સની ધરપકડ કરીને પશુઓ અને વાહન મળીને કુલ રૃ.૧.૯૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સરખેજ પોલીસ સિંધુભવન રોડ પર ફરજ બજાવી રહી હતી ત્યારે સિંધુભવન કટ રોડ પર મોન્ટે ક્રિશ્ટો પાર્ટી પ્લોટ પાસ ેશંંકાસ્પદ બોલેરો વાહન જોઈને તપાસ હાથ ધરી હતી. જેમાં વાહનમાં ૧૦ પાડા ભરેલા હોવાનું બહાર આવ્યું હતું. આ પશુઓને ક્રુરતાપુર્વક દોરડાથી બાંધીને ઘાસચારા અને પાણીની વ્યવસ્થા વગર કતલખાને લઈ જવામાં આવતા હતા. પોલીસે ડ્રાઈવરનું નામ પુછતા તેણે તેનું નામ હસન ઉસ્માનભાઈ સુમરા(૨૩) અને તે સરખેજ મકરબામાં નહેરૃનગર રહેતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે રૃ.૪૦,૦૦૦ની કિંમતના ૧૦ પશુ તથા બોલેરો વાહન મળીને કુલ રૃ.૧,૯૦,૦૦૦ની કિંમતનો મુદ્દ્માલ કબજે કર્યો હતો.