રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરા ગંજબજારમાં દુકાન આગળ ખુલ્લી જગ્યામાં મુકેલી રૂપિયા 42,500ની 680 કિલોની 17 બોરી મગફળીની ચોરી થઈ હતી. આ અંગે માલિકે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ધાનેરા તાલુકાના અનાપુરગઢ ગામના ખેંગારભાઈ ઉદાભાઈ પટેલ જે ધાનેરા ગંજ બજારમાં 61 નંબરની દશરથ કોર્પોરેશન નામની દુકાન ચલાવે છે. દિવાળીના દિવસે મુહૂર્ત કરી દુકાન બંધ કરી હતી. શનિવારના સવારે લાભ પાંચમના દિવસે દુકાને આવતા પેઢીની બાજુમાં ખુલ્લી જગ્યામાં મૂકેલી મગફળીની બોરીઓ ઓછી જણાઈ આવતા બોરીઓની ગણતરી કરતા 17 બોરીઓ ઓછી હતી. જેની આજુબાજુની દુકાનોમાં તપાસ કરતાં બોરીઓ મળી આવી ન હતી. જેથી ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.