રિપોર્ટર – પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરામાં ધારાસભ્ય માવજીભાઇ દેસાઇ દ્વારા શહેરમાં સર્વ સમાજના કલ્યાણાર્થે 25 રૂપિયામાં ભરપેટ દેશી ભોજન આપવાની લાભ પાંચમથી શરૂઆત કરવામાં આવી છે. આ રસોડે તમામ ભોજન લાકડાઓથી માટીના વાસણમાં બનાવવામાં આવી રહ્યું છે. લાભ પાંચમથી આ રસોડાના શ્રીગણેશ કરતાં આ કાર્યક્રમમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઇ અનાવાડીયા, ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નથાભાઇ પટેલ, પૂર્વ મંત્રી હરજીવનભાઇ પટેલ, ભાજપ અગ્રણી ભગવાનભાઇ પટેલ, રાજુભાઈ જોષી (પાલનપુર), ધાનેરા પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર, ભુરાભાઇ પટેલ, વસંતભાઇ પરોહિત,
જગદિશભાઇ પટેલ, બળવંતભાઇ બારોટ સહિત ભાજપના તમામ આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.