પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરા તાલુકાના વાછોલ-બાપલા ગામની સીમમાં ખેતરમાં ગુરુવારે પશુના ઘાસચારામાં આગ લાગી હતી. આ અંગેની જાણ ધાનેરા પાલિકાના ફાયર ફાઇટરને કરાતાં તાત્કાલિક ટીમે દોડી આવી પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ ત્યાર સુધીમાં તો ઘાસચારો બળીને ખાખ થઇ ગયો હતો. આગ લાગવાનું કારણ વીજ ડીપીમાં ફોલ્ટ સર્જાતા હોવાનું જાણવા મળ્યું છે. અંદાજિત સાત ટોલી જેટલો સૂકો ઘાસચારાનું ખેડૂત રણછોડભાઈ રાઠોડને નુકશાન થયું છે. આમ વિદ્યુત બોર્ડની બેદરકારીના કારણે ખેડૂત મુશ્કેલીમાં મુકાયો હતો.