ધાનેરામાંથી ફૂડ વિભાગની રેડ,શંકાસ્પદ ઘી ના સેમ્પલ લીધા

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરામાં ફૂડ વિભાગ દ્વારા શનિવારે અલગ-અલગ જગ્યાએથી શંકાસ્પદ ઘી ના સેમ્પલ લેવાયા હતા. શંકાસ્પદ ઘી ના નમુના તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા. ધાનેરા તાલુકામાંથી મોટા પ્રમાણામાં ઘી નો જથ્થો જપ્ત કર્યો હોવાના બનાવો અગાઉ બનેલા છે. ત્યારે શનિવારે ફૂડ ઇન્સ્પેટર અર્પિત જોષી દ્વારા ધાનેરા હાઇવે ઉપર આવેલ મહાકાળી સેલ્સમાં તપાસ કરતાં તેમના ત્યાંથી શંકાસ્પદ ગોપીશ્રી ગાયના ઘી ના નમુના લેવામાં આવ્યા હતા. તેમજ બાલાજી કરીયાણામાં સરસ ઘી ના નમુના લેવામાં આવ્યા હતા. તે સિવાય નેનાવામાં આવેલ ડેરીમાં લુઝ ઘીના નમુના લેવામાં આવ્યા હતા.

Comments (0)
Add Comment