ધાનેરા તાલુકાના ચારડા ખાતે ધારાસભ્યશ્રી માવજીભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો કૃષિ મેળો યોજાયો

રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

કૃષિ વૈજ્ઞાનિકશ્રી ડૉ. યોગેશ પવારે ખેડૂતોને ઉપયોગી માર્ગદર્શન આપી ધાન્ય પાકોમાં મિલેટ્સ અનાજનું વાવતેર અને વેલ્યુ એડિશન અંગે વિસ્તૃત માહિતી આપી

ધાનેરા તાલુકાના ચારડા ગામે વાંકલ માતાના મંદિરે ધારાસભ્યશ્રી માવજીભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો કૃષિ મેળો યોજાયો હતો. જેમાં ધારાસભ્યશ્રીના હસ્તે આઇ.સી.ડી.એસ., જી.એ.ટી.એલ ડેપો, બનાસ ડેરી ઓર્ગેનિક ખાતર, ખેડૂત ઓર્ગેનિક ખેત પેદાશ, ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન, અટલ ભૂજલ, ઇફ્ફકો અને આત્મા પ્રોજેક્ટના સ્ટોલના પદર્શનને ખુલ્લા મુકવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્યશ્રી માવજીભાઇ દેસાઇએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કર્યુ હતું. તેમણે જણાવ્યું કે આ વર્ષને આંતરારાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે આપણા જિલ્લામાં પાકતા ધાન્ય પાકો જેવા બાજરી, મકાઇ, મગ, મઠ જેવા ધાન્યોની ડિમાંડ વધશે જેનાથી ખેડુતોની આવકમાં પણ વધારો થશે. આ કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એમ. એમ. પ્રજાપતિએ ગાય આધારીત પ્રાકૃતિક ખેતીની વિસ્તૃત માહિતી આપી જીવામૃતના ઉપયોગ વિશે માહિતી અને માર્ગદર્શન આપી ખેડૂતોના અનુભવોનું આદાન-પ્રદાન કર્યુ હતું. ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકશ્રી ડૉ. યોગેશ પવારે ખેડૂતોને ઉપયોગી માર્ગદર્શન આપી ધાન્ય પાકોમાં મિલેટ્સ અનાજ વાવી તેનું વેલ્યુ એડિશન કઇ રીતે કરી શકાય તેની વિસ્તૃત માહિતી આપી હતી. જ્યારે બાગાયત અધિકારીશ્રી હાર્દિકભાઈ પટેલ દ્વારા બાગાયતી યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી.પ્રગતિશીલ ખેડૂતશ્રી નરશીભાઇ ચૌધરી અને ખેંગારભાઈ રબારીએ પણ પોતાના અનુભવો વર્ણવ્યા હતા. આ પ્રસંગે ધાનેરા માર્કેટયાર્ડના ચેરમેનશ્રી વિરલભાઈ પટેલ, પૂર્વ ચેરમેનશ્રી ભગવાનદાસ પટેલ, તાલુકા અમલીકરણ અધિકારીશ્રી ચિરાગ પટેલ, ઇફ્ફકોના શ્રી પ્રતિક પટેલ, જિલ્લા કન્સલટન્ટશ્રી બી.એચ મહેશ્વરી, ધાનેરા તાલુકાના વિસ્તરણ અધિકારીશ્રી પ્રવિણભાઈ અને ગ્રામસેવક, આત્મા સ્ટાફ અને સારી સંખ્યામાં ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.

Comments (0)
Add Comment