રિપોર્ટ પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા પોલીસ પરિવાર દ્વારા પોલીસ લાઇનમાં અંબાજી માતાજીનું મંદિર બનાવવામાં આવતા છેલ્લા ત્રણ દિવસથી માતાજીની પ્રાણપ્રતિષ્ઠામાં તમામ પોલીસ લાગેલી હતી. જ્યારે સોમવારે આ મંદીરમાં માતાજીની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવતા સમગ્ર પોલીસ પરિવાર ઝુમી ઉઠ્યો હતો અને તાલુકાભરમાંથી તેમજ જીલ્લાના પોલીસબેડામાંથી પણ લોકો હાજર રહ્યા હતા.ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નથાભાઇ પટેલએ જણાવ્યું હતું કે કેટલાય પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેકટરો આવ્યા છે પરંતુ ધાર્મિક કાર્ય કરવામાં પણ રુચિ હોવી જરૂરી છે. ભાજપના અગ્રણી ભગવાનભાઇપટેલ, વસંતભાઇ પુરોહિત, પૂર્વમંત્રી હરજીવનભાઇ પટેલ, ભુરાભાઇ હાજર રહ્યા હતા.