ધાનેરામાં દુકાનો આગળના શેડ હટાવવાની કામગીરી હાથ ધરી

રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા પાલિકા દ્વારા જુના બસ સ્ટેન્ડથી નેનાવા રોડ સુધી મોટા પ્રમાણમાં દબાણો હોવાથી આ દબાણો હટાવવા બાબતે મામલતદાર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જેથી વેપારીઓએ મામલતદારને દિવાળી પહેલા દબાણો ન હટાવવા રજૂઆત કરતા મામલતદાર દ્વારા શેડ તેમજ ઓટલાઓ રવિવાર સુધીમાં હટાવી લેવાના રહેશે અને જો નહીં હટાવે તો પાલિકા દ્વારા દુકાનો હટાવી દેવામાં આવશે. જેને લઇને દુકાનદારો દ્વારા શનિવાર બપોર પછી સ્વેચ્છાએ દુકાન આગળના શેડ હટાવવાની કામગીરીમાં લાગ્યા હતા.

Comments (0)
Add Comment