ધાનેરા પોલીસ લાઇનમાં માતાજીની પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે હવન યોજાયો

રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા પોલીસ લાઇનમાં પોલીસ પરિવાર દ્વારા અંબે માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું હતું. જેમાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન અવસરે રવિવારે માતાજીનો હવન યોજાયો હતો. પોલીસ પરિવારના લોકો તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એ.ટી.પટેલ હવનમાં બેઠા હતા. આ હવન પ્રસંગે મોટી સંખ્યામાં ગામડાઓમાંથી પણ લોકો આવી પહોંચ્યા હતા અને પ્રસાદનો લાભ લીધો હતો.

જ્યારે આ પ્રસંગને દિપાવવા માટે ધાનેરા પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ તથા મામલતદાર અને પ્રોબેશનલપ્રાંત અધિકારી સાજન મેર પણ પોતાના પરિવાર સાથે ખાસ હાજરી આપી હતી. સોમવારે વહેલી સવારે ભવ્ય શોભાયાત્રા પોલીસ લાઇનથી નિકળી ધાનેરા શહેરની પરીક્રમા કરશે. જેમાં ભુજ રેન્જના આઇ.જી. તેમજ પોલીસવડા અક્ષયરાજ મકવાણાની પણ ખાસ હાજરી રહેવાના છે અને તેમની હાજરીમાં માતાજીની વિજય મુહૂર્તે પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે.

Comments (0)
Add Comment