ધાનેરા મામલતદારે લાકડાં ભરેલુ ટ્રેકટર ઝડપી લીધુ

રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા તાલુકામાં મોટા પ્રમાણમાં લાકડા કપાતા હોવાથી લોકોની રજૂઆતને લઇને ધાનેરા મામલતદાર અને પ્રોબેશનલ પ્રાંત અધિકારી સાજન મેર દ્વારા લાકડા કાપતા શખસો તેમજ લીલા લાકડાનું વહન કરતા શખસો સામે લાલ આંખ કરીને વન વિભાગ તેમજ ખુદ પોતે આ બાબતે કાર્યવાહી કરવા સજ્જ બન્યા છે. ત્યારે છેલ્લા 15 દિવસમાં ત્રણ ટ્રેકટરો પકડી પાડ્યા છે અને તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે. શનિવારે રાત્રે મામલતદાર ફિલ્ડમાં નિકળીને એક લીલા લાકડા ભરેલ ટ્રેકટરને પકડી મામલતદાર કચેરીમાં લાવી કાર્યવાહી હાથ ધરતાં શો મિલવાળા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

Comments (0)
Add Comment