રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરાના મધુસુદન માર્કેટમાં શોપિંગની અંદરના દુકાન આગળ 10 ફૂટના રસ્તા બનાવવામાં આવ્યા છે. પરંતુ આ શોપિંગના દુકાનદારો પોતાની દુકાનોનો સામાન દુકાનની બહાર ચાર-ચાર ફૂટ કાઢતાં આ શોપિંગની અંદર ચાલવાનો રસ્તો માત્ર બે થી ત્રણ ફૂટ રહેતો હોવાથી આવનાર ગ્રાહકો મુશ્કેલી ભોગવી રહ્યા છે તેમજ કોઇ બાઇક સવાર નીકળે અને જો સામાનને અડી જાય તો દુકાનદાર ઝગડાઓ પણ કરતા હોય છે. નગરપાલિકા દ્વારા આવા દુકાનોની બહાર સામાન મુકનાર લોકો સામે દંડનીય કાર્યવાહી કરે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.