ધાનેરાના મોટામેડા ગામે ચાર દિવસથી દૂધ મંડળી બંધ રહેતાં ગ્રાહકો પરેશાન

રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા તાલુકાના મોટામેડા ગામે થોડા દિવસ પહેલા મંત્રી દ્વારા હલકા દૂધ બાબતે કેટલાક લોકોને ના પાડતા વિવાદ થવા પામ્યો હતો અને ફરિયાદ સુધી મામલો પહોંચ્યો હતો અને તે મામલે કેટલાક લોકોએ બનાસ ડેરીમાં અરજી કરતાં તેની ટીમ તપાસમાં આવી હતી. પરંતુ ડેરીના મકાનનું બાંધકામમાં કોર્ટ મેટર હોવાથી ડેરીમાં ભરવામાં આવતા દૂધની ટાંકી બહાર હોવાથી તેને અંદર મુકવાની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ડેરી બંધ રહેતા કેટલાય ગ્રાહકો પરેશાની ભોગવી રહ્યા છે.ધાનેરા તાલુકાના મોટામેડા ગામે દૂધ મંડળીમાં હાલમાં 350 કરતાં વધારે ગ્રાહકો છે અને એક ટંકનું દૂધ 7000 લીટર કરતાં વધારે આવે છે. થોડા દિવસ પહેલા હલકું દૂધ લાવનાર લોકોની દૂધ લેવાની ના પાડતા મામલો બિચક્યો હતો અને મારામારી થતાં ફરિયાદ પણ નોંધાઇ હતી. જેથી કેટલાક લોકોએ મંત્રી દ્વારા હલકી ગુણવત્તાવાળું દૂધ ભરતા હોવાની અરજી કરતાં બનાસડેરીની સ્પે.ટીમ તપાસ માટે આવી હતી.
પરંતુ કોઇ હલકી ગુણવત્તાવાળું દૂધ મળી આવ્યું નહતું. પરંતુ મંડળીનું મકાન બનતું હોવાથી દૂધની ટાંકી ખુલ્લામાં રાખી હોવાથી તેની આજુબાજુ જાળી બનાવવા માટે ડેરી દ્વારા જણાવાયું હતું પરંતુ કોર્ટ કેસ હોવાથી ત્યાં કોઇ વધઘટ ના થાય તેમ હોવાથી બનાસડેરી દ્વારા જ્યાં સુધી દૂધની ટાંકી સેફ ના થાય ત્યાં સુધી દૂધ બંધ રાખવા માટે ઓર્ડર કરતાં 6 ઓક્ટોબરની સાંજથી આ દૂધ લેવાનું મંડળીમાં બંધ કરતાં 350 કરતા વધારે ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે.આ બાબતે દૂધ મંડળીના મંત્રી કરસનભાઇ પટેલનો ટેલીફોનિક સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે ‘હાલમાં ટાંકી બહાર છે અને તે ટાંકીમાં કઇ પડી જાય તો જવાબદારી કોની તે બાબતે ડેરીએ જાળી બનાવવા માટે જણાવ્યું હતું. પરંતુ હાઇકોર્ટનો સ્ટે હોવાથી આ બાબતે કોઇ કામગીરી થાય તેમ ન હોવાથી બનાસડેરી દ્વારા દૂધ બંધ કર્યું છે અને બીજે ક્યાંક સલામત જગ્યા મળે તો ત્યાં ટાંકી ખસેડીને કામગીરી ચાલુ કરવા માટે પ્રયત્નો ચાલુ છે.

Comments (0)
Add Comment